________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૩૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
દૃષ્ટિ પર ઉપર છે. એટલે પોતે જણાતો નથી. ૫૨માં કયાંક કયાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી.।। ૪૬૯।।
(શ્રી પરમાગમસાર, બોલ-૯૧)
*
૧૨ અંગના જ્ઞાનને પણ સ્થૂલ જ્ઞાન કહ્યું છે કે જે બાર અંગનું જ્ઞાન લખ્યું લખાય નહિ, ભણ્યું ભણાય નહિ, સાંભળીને કહી શકાય નહિ, છતાં એ જ્ઞાનને સ્થૂલ કહ્યું છે. જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને પર્યાયને ભગવાન બનાવે છે તે જ્ઞાનને ભગવતીપ્રજ્ઞા કહે છે. સમ્યજ્ઞાન કહે છે. એ ભગવતીપ્રજ્ઞા વડે ભવના નીવેડા આવે છે.
|| ૪૭૦।।
(શ્રી ૫૨માગમસાર, બોલ. ૧૦૪)
* સમ્યગ્દર્શનમાં ક્ષયોપશમજ્ઞાન છે તે કેવું છે-કે નિર્વિકારસ્વસંવેદન લક્ષણવાળું છે, એમ કહીને એમાં કહે છે કે, શાસ્ત્રજ્ઞાન છે તે કાર્ય નહીં કરે પણ નિર્વિકારી સ્વસંવેદનજ્ઞાન છે તે કાર્ય કરે છે. તેને અહીં ક્ષયોપશમજ્ઞાન કહે છે, સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન છે તે ક્ષયોપશમજ્ઞાન છે, ભલે ક્ષાયિક સમ્યગ્દર્શન હો પણ જ્ઞાન તો ક્ષયોપશમજ્ઞાન છે.।। ૪૭૧।।
(શ્રી પરમાગમસાર, બોલ–૧૧૯ )
* નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્રભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ-સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્રલક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com