________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી પણ જ્ઞાન કહેતાં નથી. એ બંડખંડજ્ઞાન છે તે દુઃખનું કારણ છે. ચૈતન્યજ્ઞાનપિંડને ધ્યેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞાન ભલે થોડું હોય તોપણ તે સમ્યજ્ઞાન છે. એવા આત્મજ્ઞાન વિનાના ખંડખંડજ્ઞાનથી હજારો માણસોને સમજાવતાં આવડે તોપણ તે જ્ઞાન અજ્ઞાન છે. ને તે ખંડખંડજ્ઞાન પરવશ હોવાથી દુઃખ છે. પરસત્તાવલંબી જ્ઞાનને જ્ઞાન કહેતાં નથી. તે ૪૮૮ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૯) * અહો! આ આત્મતત્ત્વ તો ગહન છે, એને આંખો મીંચીને, બહારના પાંચ ઇન્દ્રિયનો વેપાર બંધ કરીને, મનના સંબંધથી વિચાર કરે કે અહો ! આ આત્મવસ્તુ અચિંત્ય છે. જ્ઞાયક... જ્ઞાયક. જ્ઞાયક જ છે. એવો વિકલ્પથી નિર્ણય કરે છે તે હજુ પરોક્ષ નિર્ણય છે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ સ્વાનુભવ નથી થયો માટે તેને પરોક્ષ કહ્યો. મનથી બહારનો બોજો ઘણો ઘટાડી નાખે ત્યારે મનથી અંદરના વિચારમાં રોકાય અને ત્યાંથી પણ પછી ખસીને અંદર સ્વભાવના મહિનામાં રોકાય અને આનંદનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કર્યું છે. આવું વસ્તુનું સ્વરૂપ છે ને તેને પામવાનો આ ઉપાય છે. આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. સ્વભાવનો આશ્રયતો મૂંઝવણને ટાળી નાખે છે. અત્યારે લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયાં છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી. ૪૮૯
(શ્રી પરમાગમસાર, બોલ-૩૯૫) * આ આત્મા પ્રત્યક્ષ છે. જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને! તેમ આ આત્મા પ્રત્યક્ષ છે. તેને દેખ! તેમ આચાર્યદેવ કહે છે. આ શરીર છે, કુટુંબ છે, ધન, મકાન, વૈભવ છે-એમ તું દેખે છો,
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com