________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી મગ્ન તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે?
ઉત્તર:- શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે. તેથી એ બેમાં મોટો ફેર છે, અનંતગણો ફેર છે. IT ૪૬૪
(શ્રી પરમાગમસાર, બોલ-૩૭) * આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતા નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઉંડા ઉતરશે. ૪૬૫TT
(શ્રી પરમાગમસાર, બોલ-૪૨) * પ્રશ્ન:- વાંચન-શ્રવણ-મનન કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:- વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. એથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થલ છે તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઉંડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક છું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઈને અનુભવ થાય જ. / ૪૬૬ ા
(શ્રી પરમાગમસાર, બોલ-૬૬) * શ્રુતની જે વાણી છે તે અચેતન છે તેમાં જ્ઞાન નથી આવ્યું માટે ભગવાન આત્મા ને દ્રવ્યશ્રુત ભિન્ન છે, એટલે કે દ્રવ્યશ્રુતથી આત્માને જ્ઞાન થતું નથી.
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com