________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યગ્ગાન (૨) મિથ્યાજ્ઞાન.।। ૪૫૫||
(શ્રી પંચાધ્યાયી પૂર્વાધ, પં. શ્રી મખનલાલજી, ગાથા-૫૫૮)
* ટીકા:- પ્રથમ તો આ લોકમાં ભગવંત સિદ્ધો જ શુદ્ધજ્ઞાનમય હોવાથી સર્વતઃચક્ષુ છે અને બાકીનાં બધાંય ભૂતો ( –જીવો) મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દૃષ્ટિ લાગતી હોવાથી, ઇન્દ્રિયચક્ષુ છે. દેવો સૂક્ષ્મત્વવાળાં મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અધિચક્ષુ છે; અથવા તેઓ પણ માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિયચક્ષુવાળાંઓથી જુદા ન પાડવામાં આવે તો, ઇન્દ્રિયચક્ષુ જ છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે ઉપહત હોવાને લીધે શેયનિષ્ઠ હોવાથી, જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન તેનાથી સાધ્ય ( –સધાતું) એવું સર્વતઃ ચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી.
હવે તેની (સર્વતઃ ચક્ષુપણાની ) સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમચક્ષુ હોય છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે, જોકે શેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવાં અશકય છે (અર્થાત્ શૈયો જ્ઞાનમાં ન જણાય એમ કરવું અશકય છે) તો પણ, સ્વપરનો વિભાગ કરીને, મહામોહને ’ જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા ૫૨માત્માને પામીને સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે, ૪૫૬।।
(શ્રી પ્રવચનસારજી, ગાથા ૨૩૪, ટીકા )
* ટીકાઃ- આ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણવાળી દષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથી ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com