________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અન્યથી શૂન્ય છતાં આત્મા સ્વરૂપથી શૂન્ય નથી હોતો. अत एवाङन्य-शून्योङपि नाडडत्मा शून्य: स्वरुपतः। शून्यङशून्या स्वभावोङयमात्मनैवोपलभ्यते।। १६३।।
માટે અન્ય પદાર્થોથી શૂન્ય હોવા છતાં પણ આત્મ સ્વરૂપથી શૂન્ય થતો નથી. આત્મસ્વરૂપમાં લીન છે. આત્માનો આ શૂન્યતા અને અશૂન્યતામય સ્વભાવ પોતાના આત્મા વડે જ ઉપલબ્ધ થાય છે-અન્ય બાહ્ય પદાર્થો વડે નહિ. અર્થાત્ શૂન્યડશૂન્ય સ્વભાવને પ્રાપ્ત હોય છે.
ભાવાર્થ:- ૫૨દ્રવ્યાદિ ચતુષ્ટયના અભાવની અપેક્ષાએ આત્મા શૂન્ય અને સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયના સદ્ભાવથી અશૂન્ય હોય છે. અર્થાત્ આત્મા સ્વસંવેધ છે.। ૪૫૧।।
(શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુંશાસન શ્લોક ૧૭૩) મુક્તિ માટે નૈરાįાદ્વૈત દર્શનની ઉક્તિનું સ્પષ્ટીકરણ ततश्च यज्जगुर्मुकत्ये नैरात्म्याड्वेत-दर्शनम्। तदेतदेव यत्सम्यगन्याङपोढाङङत्मदर्शनम्।। १६८ ।। અર્થ:- મુક્તિની પ્રાપ્તિ માટે જે નિરાત્મ્ય-અદ્વૈત દર્શનની વાત કરી છે એનો અર્થ એમ છે કે તેમાં અન્ય આભાસ રહિત, સમ્યગ્ આત્મદર્શન રૂપ છે.
ભાવાર્થ:- નૈરાપ્ત્યા-દ્વૈત દર્શન જે કહ્યું છે તે કોઈ આગમમાં હશે પરંતુ તેની અહીં સ્પષ્ટતા કરી છે કે અન્ય આભાસથી રહિત માત્ર કેવળ આત્મદર્શન રૂપે પરિણમતા ત્યાં અન્ય કોઈ વસ્તુનો પ્રતિભાસ નથી. અને જો પ્રતિભાસ થાય તો સમજવું કે ત્યાં અદ્વૈત દર્શન નથી.।। ૪૫૨।।
(શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુંશાસન શ્લોક ૧૭૮) * ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com