________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૨૮
અર્થ:- ઇન્દ્રિય અને મન બન્નેનો નિરોધ થતાં અતીન્દ્રિય જ્ઞાન વિશેષરૂપથી સ્પષ્ટ થાય છે માટે આત્માનું એ રૂપ જે સ્વસંવેદનથી દેખાય છે તેને સ્વસંવેદન વડે જ દેખવો જોઈએ.
ભાવાર્થ:- જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદન વડે જ આત્માસ્વરૂપને દેખવું. અન્ય કોઈ ઉપાય નથી. તેને માટે ઇન્દ્રિય અને મનનો વ્યાપાર બંધ કરી અર્થાત્ ઇન્દ્રિય અને મનને આત્માધીન કરવાં એ જ ઉપાય છે.।। ૪૪૫૫
[શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૭] સ્વસંવિત્તિનો સ્પષ્ટ અર્થ
वपुषोऽप्रतिभासेऽपि स्वातंत्र्येन चकासती।
चेतना ज्ञानरुपेयं स्वयं द्दश्यत एव हि ।। १६८ ।।
અર્થ:- સ્વતંત્રપણે ચમકતી (પ્રકાશતી) આ જ્ઞાનરૂપ ચેતના તે શરીરૂપે પ્રતિભાસિત ન થતી જ સ્વયં જ દેખવામાં આવે છે.
ભાવાર્થ:- સંવિત્તિ એટલે જ્ઞાનચેતના. તે પરની અપેક્ષા નહિ રાખતી સ્વતંત્ર રૂપથી પ્રકાશતી દેખવામાં આવે છે. તેમાં શરીરનો કાંઈ પ્રતિભાસ નથી હોતો.।। ૪૪૬।।
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૮] સમાધિમાં આત્માને જ્ઞાન સ્વરૂપ નહિ અનુભવ કરનાર યોગી આત્મધ્યાની નથી समाधिस्थेन यद्यात्मा बोधात्मा नाऽनुभूयते । तदा न तस्य तद्ध्यानं मूर्च्छावन्मोह एव सः ।। १६९।। અર્થ:- સમાધિમાં સ્થિત યોગી જો આત્માને જ્ઞાનસ્વરૂપ
અનુભવ
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com