________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી અનુભવ કરવો જોઈએ.
ભાવાર્થ- આત્મા જ્ઞાન-દર્શન અને સમતારૂપ છે અર્થાત્ જે જ્ઞાતા-દ્રષ્ટા અને ઉપેક્ષિતા (વીતરાગતા) એ લક્ષણમાં જે સ્થિત છે તેને સામાન્ય-વિશેષરૂપે (ચૈતન્યસ્વરૂપ છે)-દર્શન-જ્ઞાન-સ્વરૂપે છે એમ અનુભવવો જોઈએ. ૪૪૩ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૩] ઈન્દ્રિયજ્ઞાન તથા મન દ્વારા આત્મા દેખાય નહિ न हीन्द्रियधिया द्दश्यं रुपादिरहितत्त्वतः। वितर्कास्तन्न पश्यन्ति ते ह्यविस्पष्ट-तर्कणाः।। १६६ ।।
અર્થ- આત્માનું સ્વરૂપ રૂપાદિથી રહિત હોવાથી ઇન્દ્રિયજ્ઞાન વડે દેખી શકાતું નથી તથા તર્ક કરવાથી પણ દેખાતું નથી કેમ કે પોતાના તર્કમાં વિશેષરૂપથી સ્પષ્ટ જણાતો નથી.
ભાવાર્થ- ઇન્દ્રિયો વર્ણ-રસ-ગંધ અને સ્પર્શ વિશિષ્ટ પદાર્થોને જાણી શકે છે પરંતુ આત્મા એવા વર્ણાદિ ગુણોથી રહિત છે તથા અનુમાન આદિ વડ તર્ક કરવાથી પણ એટલે મનથી પણ દેખાતો નથી. વિતર્ક એટલે શ્રુત છે તે મનનો વિષય છે તેથી વિતર્ક વડે પણ આત્મા દેખાતો નથી./ ૪૪૪
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૬૬ ] ઈન્દ્રિય-મનનો વ્યાપાર બંધ થતાં સ્વસંવિત્તિ વડે આત્મદર્શન उभयस्मिन्निरुद्धे तु स्यादविस्पष्टमतीन्द्रियम्। स्वसंवेद्यं हि तद्रूपं स्वसंवित्यैव द्दश्यताम्।।१६७।।
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com