________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
શ્રીમદ રાજચંદ્રજી ના વચનામૃત:
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યગ્દર્શન ને નમસ્કાર” ૪૨૭ા
(શ્રીમદ રાજચંદ્ર, પત્ર નં-૮૩૯, પાનુ-૬૨૫) જીવની ઉત્પતિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ૪૨૮ના
(“જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન” માંથી) જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ મારગ સાંભળો જિનનો રે.....૪૨૯
(“મૂળ મારગ સાંભળો જિનનો રે” માંથી, કડી નં-૭) જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. ૪૩૦ાા ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન? ૪૩૧ના
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા નં-૫૫)
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com