________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ર૨૦ પ્રશ્ન- સમયસાર વાંચવું હોય તો સ્વનું અવલંબન કેમ લેવું?
ઉત્તર:- અવલંબન સીધું આત્માનું જ લેવાનું-એકજ વાત. એમાથી (સમયસારમાંથી) વાંચીને કાઢવાનું આ-(સ્વનું અવલંબન લેવું તે)
શાસ્ત્ર વાંચીને, સમજવાનું આ કે-સ્વનું લક્ષ કરવું તે ઉપયોગ લક્ષણ, તેનાથી આત્માનું કલ્યાણ છે. રાગથી તો કલ્યાણ નહીં-શુભ જોગથી તો મોક્ષમાર્ગ નહીં-પણ પરાવલંબી જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નહીં.
કેમ કે ભગવાન આત્મા મુક્તસ્વરૂપ, અબંધસ્વરૂપ કહો કે મુક્તસ્વરૂપ કહો, એકાર્ય છે. એ મુક્તસ્વરૂપને આશ્રયે-લક્ષે જે ઉપયોગ થયો તે મુક્તિનું કારણ છે. પર્યાયમાં મુક્તિનું તે કારણ છે. સમકિતીને પણ જેટલું પરાલંબી જ્ઞાન છે તેને મોક્ષમાર્ગ કહેતાં નથી. IT ૪ર૬ IT (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com