________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એનો ( આત્માનો ) નથી.।। ૪૨૩।।
(શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨, અલિંગગ્રહણ બોલ નં-૭, ઉપ૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
જે ઉપયોગ સ્વના લક્ષથી-લક્ષ્યના લક્ષથી પ્રગટ થાય તે ઉપયોગ મોક્ષનું કારણ છે-૫૨ના લક્ષે-નિમિત્તના લક્ષે જે ઉપયોગ થાય તે બંધનું કારણ છે. પરસત્તાવલંબી ઉપયોગ એ બંધનું કારણ છે. આ તો બાપુ અંતરની વાતો છે, આ કોઈ વાદ-વિવાદે બેસે (સમજાય ) એવું નથી, પંડિતાઈનું આમાં કંઈ કામ નથી.।। ૪૨૪।। (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ નં-૭, ઉપ૨ પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી )
આહા ! ઉપયોગ નામના લક્ષણ વડે-કોનું લક્ષણ છે? કે આત્માનું લક્ષણ છે. એ વડે ગ્રહણ એટલે શૈયપદાર્થનું જેને અવલંબન નથી; એ ઉપયોગ નામના લક્ષણને જે શેયો-૫૨૫દાર્થ છે, ચાહે તીર્થંકર હો કે તીર્થંકરની વાણી હો કે શાસ્ત્રોના પાના હો-એ ઉપયોગ નામના લક્ષણ વડે પરશેયનું આલંબન જેને ઉપયોગમાં નથી એને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
શેય ના અવલંબને થતું એ લિંગ છે એનાથી અલિંગગ્રહણ એવો આત્મા ગ્રહણ થઈ શકે નહીં, આ ચમત્કારિક આધ્યાત્મિક ગ્રંથ છે. એની વાણીમાં ચમત્કૃતિ છે, વસ્તુમાં (આત્મામાં ) જે ચમત્કૃતિ છે એ વાણીમાં ખુલ્લી કરી છે.। ૪૨૫।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ, બોલ નં-૭ ઉ૫૨ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com