________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૧૮ વળે-જેનું લક્ષણ છે તેને જાણવા ન વળે અને જેનું લક્ષણ નથી તેના તરફ વળે-એ ઉપયોગ-જાણવા-દેખવાનો ઉપયોગ તે આત્માનો ઉપયોગ નહીં. ગજબ વાત છે! ૪૨૧ (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭, ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહા! દિગંબર સંતો સત્ય વાત, પર્યાયમાં ચારિત્ર-ધર્મ પ્રગટ કરીને કહે છે કે અમને જે જ્ઞાનનો ઉપયોગ-જે ઉપયોગમાં પર જેનાં લક્ષણ નથી; પર જેનું લક્ષ્ય નથી-એ જાણવાનો ઉપયોગ લક્ષણ જીવનો છે. જીવ તેનું લક્ષ્ય છે. એને ઠેકાણે પરના લક્ષમાં એ ઉપયોગ વળે એ ઉપયોગને આત્માનો ઉપયોગ કહેતા નથી. આહા! ગજબ વાત કરે છે ને? આવી વાતો. આ તો અંદરથી આવતું હોય ત્યારે આવે ને? આ તો અંતરની (અનુભવની) વાતો છે. ૪રરા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-નં-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) જેને જાણવા-દેખવાના ઉપયોગમાં પરનું અવલંબન હોય, કહે છે એ ઉપયોગ નહીં. આત્માનો ઉપયોગ નહીં. ગજબ વાતો છે! એ ઉપયોગ પરાધીન-પરને અવલંબે છે ને? અને જેનું લક્ષણનું એ લક્ષ્ય જ નથી, લક્ષણનું લક્ષ્ય તો અંદર ચિદાનંદ પ્રભુ પૂર્ણ છે, એને લક્ષે થયેલો ઉપયોગ તે ઉપયોગ આત્માનો છે. અને જેનું લક્ષણ નથી એવા નિમિત્તના અવલંબે જે ઉપયોગ થાય તે ઉપયોગ તેનો નથી. આહાહા! આવી વાતો છે. અરે! અહીં તો જન્મ-મરણને ઉથાપી નાખવાની વાતો છે. ચોરાશીના અવતાર થાય એ ભાવ તેનો નથી પણ એ પરના લક્ષે થયેલો જ્ઞાનનો ઉપયોગ એ
*ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com