________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
ઉપયોગ નામના લક્ષણ વડે-જે લક્ષણ લક્ષ્યને જાણે-એવા લક્ષણમાં પરયને જાણવાનું જે અવલંબન થાય એ ઉપયોગ જીવનો-આત્માનો નહીં. આહા ! ગજબ વાતો કરી છે ને ? પરસત્તાવલંબી જ્ઞાન સમ્યગ્દષ્ટિને પણ હોય પણ એ જ્ઞાન સ્વઉપયોગ નહીં એ જ્ઞાન આત્માનો ઉપયોગ નહીં.
જે ઉપયોગમાં નિમિત્તનો આશ્રય-આલંબન આવે તે ઉપયોગ આત્માનો નહીં. ૪૧૯ તા. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહાહા! ભગવાન ત્રિલોકનાથ, જિનેન્દ્રદેવ એમ કહે છે કે ઉપયોગ જે જ્ઞાન-દર્શનનો છે, એ આત્માનું લક્ષણ છે, એટલે કે એ તો આત્માને જાણે; પણ એ લક્ષણ પરને જાણવા તરફ વળ્યું હોય તો એ આત્માનું લક્ષણ નહીં. આત્માનો ઉપયોગ નહીં.
શ્રોતા:- તો પછી દ્વાદશાંગ જ્ઞાન આત્માનું નથી?
સમાધાન:- બાર અંગનું પર તરફના વલણવાળું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નહીં. અને આશ્રયે થાય એ ભાવશ્રુતજ્ઞાન આત્માનું છે. ૪૨૦ (શ્રી પ્રવચનસાર ગાથા ૧૭ર, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન છે, એ તો શબ્દજ્ઞાન છે “બંધ અધિકાર" માં કહ્યું છે-જ્ઞાન આત્માનું લક્ષણ-અને એ જ્ઞાન પરને જાણવા તરફ
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com