________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૧૬
હવે ઉપયોગની વાત છે. જેને લિંગ વડે, ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે જ્ઞેય-પદાર્થનું આલંબન નથી; ઉપયોગ જે છે જાણવા–દેખવાનો એને આલંબન આત્માનું છે. આત્માના અવલંબે જે કાંઈ ઉપયોગ થાય, તેને ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગને શેય પદાર્થનું આલંબન નથી; એટલે કે જે ઉપયોગમાં શૈયપદાર્થ નિમિત્ત પડે અને ઉપયોગ થાય, એ આત્માનો ઉપયોગ નહીં. આવી વાતો.
શ્રોતાઃ- આત્માનો ઉપયોગ નહી, તો ઉપયોગ કોનો ?
સમાધાનઃ- પર તરફના વલણવાળી દશા-એ ઉપયોગ આત્માનો નહીં; ૫૨સત્તાવલંબનવાળુ જ્ઞાન એ આત્માનો ઉપયોગ નહીં. આહા ! આવી વાત.।। ૪૧૭।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૭ ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
જ્ઞાનના ઉપયોગમાં-પદ્રવ્યના આલંબનવાળો ઉપયોગ જીવનો નહીં કેમ કે પરદ્રવ્યના ઉપયોગમાં લક્ષ જતાં આનંદ આવતો નથી ત્યાં તો આકુળતા છે. આહાહા! પરસન્મુખ જ્ઞાન થાય, એ થાય છે પોતાથી કાંઈ નિમિત્તથી થતું નથી પણ જે જ્ઞાનને નિમિત્તનું આલંબન છે-નિમિત્તપણું છે-તે ઉપયોગ જીવનો-આત્માનો નહીં. આહાહા! આ વાત છે!।। ૪૧૮।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) બાપુ ! આત્માનું લક્ષણ ઉપયોગ છે; લક્ષ્યદ્રવ્ય-આત્મા છે. હવે એ
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com