________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
અજ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનમાં મને કાંઈક આવડે છે એમ માની રોકાઈ જાય છે પણ જ્ઞાનિને પોતાનો રસ હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનમાં અટકતો નથી. ૪૧૩. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧-ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) અહીં કહે છે કે એ ઇન્દ્રિયથી જે શાસ્ત્રજ્ઞાન થયું એ આવડતના ભાવથી આત્મા જણાય એવો નથી. એને (ઇન્દ્રિયજ્ઞાનને) છોડીને, અંદર આવે પોતાનો આત્મા ત્યારે જણાય એવો છે. IT ૪૧૪ (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧-૨ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) - ઇન્દ્રિય પ્રત્યક્ષથી જે જ્ઞાન થયું-“આ મેં ભગવાનને પ્રત્યક્ષ જોયા' -આ મેં સમવસરણ જોયું. મેં ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળી–એવા ઇન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાનનો આત્મા વિષય જ નથી. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય એવું જે જ્ઞાન એનો પણ એ આત્મા વિષય નથી. ૪૧૫ ના (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ.
- ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) ગઈકાલે કહ્યું હતું-ભાવેન્દ્રિય, જડઇન્દ્રિય ને ભગવાનની વાણી, સ્ત્રી-કુટુંબ, દેશ એ બધાં ઈન્દ્રિયો-એટલે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો- એને જીતવી કે એનો આશ્રય છોડી, અને અતીન્દ્રિય એવો ભગવાન આત્માનો આશ્રય લેવો, ત્યારે એને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય. આનું નામ ઇન્દ્રિયોને જીતી છે. સમજાણું કાંઈ ? ૪૧૬ાા (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) * ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com