________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૧૪ નિમિત્તથી જ્ઞાન થાય, ઇન્દ્રિયોને સ્પર્શ કર્યા વિના ને ઇન્દ્રિયોના નિમિત્ત દ્વારા જ્ઞાન કરે, એ જ્ઞાન આત્માનું નહીં. એ આત્મજ્ઞાન નહીં અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી એની પ્રતીતિ એ મિથ્યાપ્રતીતિ છે.
જ્યારે આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું કરે, એ જ્ઞાનમાં પ્રતીતિ કરે, તેને સમ્યગ્દર્શન કહીએ..! ૪૧૧ IT. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) ઇન્દ્રિયો દ્વારા શાસ્ત્ર સાંભળ્યા, તીર્થકરની સાક્ષાત વાણી સાંભળી અને એને જ્ઞાન થયું એ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પણ આત્મા જણાવાલાયક નથી. ૪૧૨અ || (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહાહા! જેટલું અહીં ઇન્દ્રિયથી જ્ઞાન થાય તેનાથી ભગવાન આત્મા જણાવાલાયક નથી. એનો સ્વભાવ જ એવો છે કે ઇન્દ્રિયજ્ઞાનથી જણાવાલાયક, એ આત્મા નથી. ૪૧રબા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આવડતનો અહંકાર કરીશ નહીં, આ મને આવડે છે એમાં તણાઈ ન જઈશ” અજ્ઞાનીને, જરાક પણ કંઈક આવડ-ધારણાથી યાદ રહે-ત્યાં તેને અભિમાન થઈ જાય છે. કારણ કે અજ્ઞાનીને વસ્તુના અગાધ સ્વરૂપનો ખ્યાલ (અનુભવ) નથી; તેથી તે બુદ્ધિના ઊધાડ, આદિમાં સંતોષાઈ જઈ અટકી જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com