________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૩ ઇન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી અને જે જ્ઞાન થાય એ ભલે વાણીથી ન થાય થાય એની પર્યાયમાં, તેની યોગ્યતાથી છતાં તે જ્ઞાન ખંડખંડ છે.
અને પ્રભુ આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. આવી વાતો છે ! ૪૦૯ ! (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું કરે ત્યારે આસ્રવનો નિરોધ થાય. પણ દુનિયાના રસવાળાને અતીન્દ્રિય જ્ઞાનનો રસ બેસવો (સમજવો, અનુભવવો) ભારે કઠણ કારણ કે અજ્ઞાનીને અનાદિનો ઇન્દ્રિયજ્ઞાનનો રસ ચડયો છે. તેથી (તેનો વિરોધ થઈ ) અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. જેમ શુભરાગ વ્યભિચાર છે. તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ વ્યભિચાર છે. અરે! પ્રભુ! તારે શું કહેવું છે? માટે ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય) નું લક્ષ છોડી દઈ અતીન્દ્રિય જ્ઞાનથી જાણવું-કાર્ય કરે; અતીન્દ્રિયથી કામ લે અંદરથી.
અતીન્દ્રિયથી જાણનારો એને અહીં અલિંગગ્રહણ કહેવામાં આવે છે. ૪૧૦ાા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) એક દ્રવ્ય, બીજા દ્રવ્યને ચુંબતુય નથી; સ્પર્શ કરતુંય નથી, અડતુંય નથી.
તેથી અડયા વિના, સ્પર્શ કર્યા વિના આત્માને જે ઇન્દ્રિયોના
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com