________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી (આત્માને) જાણવું થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે; વજન અહીં છે. IT ૪૦૪) ( શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, અને ઇન્દ્રિય જ્ઞાનમય નથી. આ અસ્તિ-નાસ્તિ છે. સમજાણું કાંઈ ?
આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જાણવું થાય એ ખંડ-ખંડ જ્ઞાન છે; એ ખંડખંડ જ્ઞાનમય આત્મા નથી. એ બંડખંડ જ્ઞાન દ્વારા જાણે એ આત્મા નહીં. એ અનાત્મા છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે.
મન ને ઇન્દ્રિયોનો સંબંધ છોડી દઈ, પોતે પોતાના લક્ષ પોતાનું જાણવું કરે; અખંડ અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું કરે ત્યારે તેને સમ્યજ્ઞાન કહેવાય. કારણ કે તે પર્યાય દ્રવ્યની સાથે અભેદ છે.
સમ્યજ્ઞાન થાય ત્યારે જન્મ-મરણનો અંત આવે. ૪૦૫ | (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧-૨ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી છે; એ અખંડ અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિય અને મનથી જાણવું એ ખંડખંડ જ્ઞાન છે. શાસ્ત્રનું ઇન્દ્રિય અને મનથી જે જાણવું થાય-એ શાસ્ત્રજ્ઞાન થાય છે તો પર્યાયમાં-પણ એ જાણવું અખંડ નથી, ખંડખંડ છે. તેથી એ ખંડખંડ જાણવું (કાર્ય) આત્માનું નહીં. અગિયાર અંગ ભણે અને
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com