________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
હા, પણ એ પૈસાને શેય (પરશેય) કરી નાખે તો?
એ પૈસાને શેય (પરશેય ) કરે કયાંથી ? અંદર નિજસ્વરૂપને જ્ઞાનમાં શેય કર્યા વિના, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર્યા વિના ૫૨૫દાર્થને જ્ઞેય (પરશેય ) કેવી રીતે કરે ? કરી શકે નહિ.।। ૩૯૫।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ ૧૦, પાનુ-૨૦૫, પેરા-૫ ) શાસ્ત્ર ને સાંભળે ઇન્દ્રિય દ્વારા, અને એને જ્ઞાન થાય એ પણ ઇન્દ્રિયથી થયેલ જ્ઞાન, એને આત્માનું જ્ઞાન-જાણપણું કહેતા નથી.
આત્મા ઇન્દ્રિયો દ્વારા, જાણે છે એમ કહેતા નથી. આ સાંભળવાથી જ્ઞાન, થાય એવું આત્માનું સ્વરૂપ જ નથી.।।૩૯૬।। (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) પહેલો શબ્દ જ્ઞાયક-એટલે ચૈતન્ય, ચૈતન્ય-પ્રકાશનો પુર, જ્ઞાયક સ્વરૂપ ભગવાન ઇન્દ્રિયો દ્વારા જાણનારો છે જ નહીં.
ભગવાન પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે–જેને (આત્માને ) ઇન્દ્રિય દ્વારા જાણવું થાય તે આત્મા નહીં,
શાસ્ત્રોને સાંભળીને જે જ્ઞાન થાય-એ થાય છે એની પર્યાયના ઉપાદાનથી. શ્રવણથી થયું છે એમ નહીં.
છતાં એ ઇન્દ્રિય દ્વારા જે જાણવું. (જાણકારીનું કાર્ય થયું) એ આત્માનું કાર્ય નહીં.।।૩૯૭।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૧ ઉપ૨ પૂ. ગુરુદેવ ના પ્રવચન માંથી )
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com