________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૦૮ પ્રશ્ન:- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન છે ને?
ઉત્તર- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન અનાત્મા છે, ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું જ્ઞાન નહીં. એ પરમાર્થ જ્ઞાન નહીં.
પરમાર્થ વચનિકામાં કહ્યું છે-જ્ઞાનીને પર સત્તાવલંબી જ્ઞાન એ બંધનું કારણ છે.
સમયસાર ગાથા-૩૧ य इंद्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं खलु जितेन्द्रियं ते भणंति ये निश्चित्ता: साधवः।।३१।।
અન્વયાર્થ- જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડ અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે.
ટીકા - (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષય ભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.). ૩૯૮ (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧ ઉપર
પૂ. ગુરુદેવ શ્રી ના પ્રવચનમાંથી)
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com