________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૦૬ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું એ ખોઈ બેસે છે. અનાદિ બંધને–રાગને વશ પડ્યો રાગને જુએ છે. પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ હું (મને-શાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હોં ગજબ વાત કરી છે ને? / ૩૯૨
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૪૬, પેરા-૩) આ જાણવામાં આવે છે એને જાણતો નથી. અને પરને જાણું છું એવી મિથ્યા બુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત્ ) એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે. ૩૯૩ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાન-૪૭, પેરા-૧) આહા ! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે (જાણે) જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક ( જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે. એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણે કાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાય બધું એક સમયમાં જણાય છે. આખું જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય, ગુણ કે છ દ્રવ્યો આવતા નથી. ૩૯૪
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાન-૪૭, પેરા-૪)
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com