________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૫ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
આકાશ છે” એવું જે જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન પણ પરમાર્થે જ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદન જ્ઞાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન થાય તેય પરની જેમ અચેતન છે. માટે જ્ઞાન અને આકાશ બન્ને જુદાં છે; અર્થાત્ જ્ઞાનનું (-આત્માનું) આકાશ નથી. ૩૮૯
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૭, પેરા-૭) બીજી રીતે કહીએ તો ગાથા-૧૭-૧૮માં કુંદકુંદ આચાર્ય તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાનપર્યાય હો એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહિ. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનીની દૃષ્ટિ એક ઉપર (શાકભાવ ઉપર) જતી નથી. હું એકને (જ્ઞાયકને) જાણું છું એમ (દષ્ટિ) ત્યાં જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે./ ૩૯૦ાા
(શ્રી પ્રવચનરત્નાકર, ભાગ-૧૦, પાનુ-૪૫, પેરા-૫) ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે, એમ દષ્ટિ ત્યાં જતી નથી. / ૩૯૧
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૪૬, પેરા-૨) ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ
* ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com