________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
છે, ને જડનું જ્ઞાન થાય તે ય જડ છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતિસ્વરૂપ પ્રભુ છે તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે; આહાહા...! સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે સમ્યજ્ઞાન છે અને તેને મોક્ષમાર્ગમાં ગણ્યું છે. સમજાય છે કાંઈ...?।। ૩૮૩।।
(શ્રી પ્રવચન રત્નાકાર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૪) શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન તે તો જડનું જ્ઞાન છે, એ કયાં આત્માનું જ્ઞાન છે? ભાઈ! જેના પાતાળના ઉંડા તળમાં ચૈતન્ય પ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. આહાહા..! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઉંડ ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત !
૫૫ ૩૮૪।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૬) પ્રશ્ન:- હા, પણ કેટલે ઉંડે એ (–ધ્રુવ) છે?
ઉત્તર:- આહાહા...! અનંત અનંત ઉંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેદ અગાધ સ્વભાવવાન છે, તેના સ્વભાવની મર્યાદા શું? આહાહા...! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી ) તેનું નામ સમ્યજ્ઞાન છે.
ઇન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. ।। ૩૮૫ ।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૭)
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com