________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૨૦૨ દિખનારને સાત ભવનું જ્ઞાન થાય છે. આ એક પુણ્યપ્રકૃત્તિનો પ્રકાર છે. તે ભગવાનના ભામંડલના તેજથી કાંઈ જ્ઞાન થયું નથી, અને તેને જોતાં જે જ્ઞાન થયું તે જ્ઞાન નથી. (ભવ વિનાનો આત્મા ભાળે તે જ્ઞાન છે.) વસ્તુસ્થિતિ આવી છે. રૂપ અને જ્ઞાન જુદાં છે. તે ૩૭૯
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૩) રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે ય વાસ્તવમાં જ્ઞાન નથી. સુંદર સ્વરૂપવાન ચિતૂપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે. | ૩૮Oાા
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૫) જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષે થાય છે. પરના-રંગના લક્ષે જ્ઞાન થાય તે જ્ઞાન (આત્મજ્ઞાન) નથી, તે તો અચેતન છે. માટે રંગ જુદો અને જ્ઞાન જુદું છે. ૩૮૧
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૬)
આ કેટલાકને શ્વાસ ગંધાતો નથી હોતો? ભગવાનને શ્વાસ સુગંધિત હોય છે. શરીરના પરમાણુઓમાં સુગંધ-સુગંધ હોય છે. આહા! તેના નિમિત્તે જે ગંધનું જ્ઞાન થાય તે, અહીં કહે છે, જ્ઞાન નથી; ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહીં, ને ગંધનું જ્ઞાન થાય તે ય જ્ઞાન નહીં. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. IT ૩૮૨ //
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૨) જુઓ, ખાટો, મીઠો ઇત્યાદિ ભેદપણે જે રસ છે તે જ્ઞાન નથી, અને તે રસનું જ્ઞાન થાય તે ય જ્ઞાન નથી. રસ તો બાપુ! જડ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com