________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૦૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
છે. પ્રવચનસારમાં આવે છે કે દ્રવ્યશ્રુતને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. આહા...! સમયસાર, પ્રવચનસા૨ આદિ શાસ્ત્રોમાં ગજબની રામબાણ વાતો છે. બાપુ! શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી–(આત્મજ્ઞાન નથી ).।। ૩૭૬।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૭, પાનુ−૧૮૧)
જુઓ, આચારાંગમાં ૧૮૦૦૦ પદ છે, અને એક એક પદમાં એકાવન કરોડ જેટલા ઝાઝેરા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દજ્ઞાન છે. આહા! જે જ્ઞાન અતીન્દ્રિય નથી, જેમાં અતીન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. પાંચ-પચાસ હજાર શ્લોક કંઠસ્થ થઈ જાય તેથી શું? અંદર ભગવાન જ્ઞાનસ્વભાવનો સાગર છે તેને સ્પર્શીને જે ન થાય તેને જ્ઞાન કહેતા નથી.।। ૩૭૭।।
(પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૧૮૨, પેરા-૧)
શબ્દ છે તે કાંઈ ભાવશ્રુત નથી; શબ્દ તો જડ અચેતન જ છે, ને શબ્દનું જ્ઞાન થાય તે પણ જડ અચેતન છે. જે જ્ઞાન અંદર ઝળહળ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે તેના લક્ષે પ્રગટ થાય તે જ્ઞાન જ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન છે. ભલે શબ્દ શ્રુતજ્ઞાન ન હોય, પણ ચૈતન્યના સ્વભાવઝરામાંથી પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે. બાકી શબ્દના આશ્રય-નિમિત્તે થયેલું જ્ઞાન અચેતન છે. પરલક્ષી જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. આવી વાત છે.।।૩૭૮।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૧) માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડલ એવું હોય છે કે તેને
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com