________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૯૮ તે વડે દ્રવ્યને (ભાળ) દેખ. હવે આવી વાત સાંભળવાય મળે નહીં એટલે એકાંત છે, એકાંત છે-એમ રાડો પાડે. પણ બાપુ ! આ સમ્યક એકાંત છે. ભાઈ ! આ તારા ઘરની વાત છે. ૩૬૭
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાન-૧૪૦, પેરા-ર) ગજબ વાત છે ભાઈ ! કહે છે-સિદ્ધ-સિદ્ધપર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધપર્યાય થવાની છે. તો કહે છેસિદ્ધપર્યાયને પણ જોવાની પર્યાય આંખ બંધ કરી દે.
વંવિસુ સવ્વસિન્ડે એમ સમયસારમાં છે ને? ત્યાં સર્વસિદ્ધો ને જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યા છે. અહીં કહે છે ભગવાન! સર્વ સિદ્ધોને જાણનારી જે પર્યાય તે પર્યાયને જોવાની પર્યાય આંખ બંધ કરી દે અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જો. અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઉંડપ છે! શું કહીએ? જેવું ઉંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. ૩૬૮
(શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય, પાન-૧૪૦, પેરા-૩) પ્રશ્ન:- અને ત્યારે જ પર્યાયનું સાચુ જ્ઞાન થાય ને?
ઉત્તર- જ્ઞાન ત્યારે સાચુ-એ વાત અહીં નથી. પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે. પાંચે પર્યાયોમાં રહેલું જે આ અખંડ એકરૂપ તત્ત્વ છે તે જીવદ્રવ્ય પોતે છે. એમ જોનારું જ્ઞાન સાચુ છે. વજન અહીં છે કે તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.”|| ૩૬૯)
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૪૨, છેલ્લો પેરા)
* મોહરાજા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com