________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત-અભાવરૂપ અભેદ્ય કિલ્લો પડ્યો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ કયાં છે? (નથી) અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે એ પહેલા કહીને વિશેષને જાણે છે એમ કહ્યું છે; પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી. ૩૬૪
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૯, પેરા-૧) અહાહા...ભગવાન! તું સામાન્ય-વિશેષસ્વરૂપ છો. ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કાંઈ છે નહિ. કેમ કે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. ૩૬૫ /
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય પાનુ-૧૩૯, પેરા-૩) જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમ કે પોતે જાણનારો છે ને? જાણનારની પર્યાયમાં અંધારૂ થઈ જાય અર્થાત્ જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દિ' છે નહિ.// ૩૬૬
(શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય પાન-૧૪૦, પેરા-૧) આહાહા...! કહે છે-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને-પ્રભુ! એમ કહીને શું કહેવું છે આપને? એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મદ્રવ્યને જોવું છે ને તારે તો તે જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જ. મતલબ કે પર્યાયને જોનારો જ્ઞાનનો અંશ સર્વથા બંધ થઈ જતા અંદરનો જ્ઞાનનો પર્યાય કે જે એકલા દ્રવ્યને જાણે છે તે ઉઘડી ગયો છે. તો
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com