________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી તો તત્કાલ સમ્યગ્દર્શન–વસ્તુ દશર્ન થવાની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે અહો ! શું ગંભીર ટીકા છે! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કયાં છે? અહો! આ તો ત્રણલોકના નાથની દિવ્યધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે.૩૫૯T
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૫, પેરા-છેલ્લો ) જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે. પણ પરને નહીં. આહાહા...! ખૂબ ગંભીર વાત છે! પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે; એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ કહ્યાં છે. પણ પરની વાત લીધી નથી.// ૩૬૦
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૧) એમાં “અનુકમે કહ્યું ને? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે; કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત! પરને જાણે છે એમ કહેવું એ તો અસદભુત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહીં અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com