________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૯૪ દષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પહેલાં એ તો કહ્યું કેસામાન્યવિશેષાત્મક વસ્તુ છે, વિશેષ નથી એમ કયાં વાત છે? પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને આહાહા....! છે? (પાઠમાં?)
તે પાછું કથંચિત બંધ કરીને એમ નહીં, પણ “પર્યાયાર્થિક ચક્ષને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' . ૩પ૭ના
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૪, પેરા-૫) અહાહા !... ભાષા તો જુઓ! અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્યસામાન્યને જોનારી-જાણનારી દ્રવ્યાર્થિક, આંખ વડે જો; તેથી તને અવસ્થામાં સામાન્ય-સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. આહાહા..! અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે, પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે. સમજાણું કાંઈ...!.૩૫૮
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૩પ, પેરા-૧) જુઓ, અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને-સ્ત્રી-પુત્ર-મિત્રધનાદિને જોવાનું બંધ કરી દે, કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ. અહીં તો કહે છે–પ્રભુ! તારા સ્વરૂપમાં બે-સામાન્ય અને વિશેષ છે. તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઇને ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડ જો. જુઓ! વિશેષને જોવાની આંખને કથંચિત્ ઉઘાડીને અને કથંચિત્ બંધ કરીને અથવા તેને ગૌણ કરીને-એમે ય વાત નથી લીધી. અહો ! આ
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com