________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૯૨
એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઉઠે છે એને વશ થઈને તે હું છું, એમ ૫૨૫દાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.।। ૩૫૨।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાનુ-૩૪, પેરા-પહેલો )
પ્રવચનસાર ગાથા-૨૦૦માં આવે છે કે જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. જિનેન્દ્ર માર્ગ જુદો છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું–એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છે ને? આહાહા ! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં ૫૨ રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ઝીણી વાત, ભાઈ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.।। ૩૫૩।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૪, પેરા-૨ )
અરે ભાઈ ! તું દુઃખી પ્રાણી અનાદિનો છે. રાગને બંધને વશ થયો તેથી દુ:ખી છે. એ નિરાકુળ ભગવાન આનંદનો નાથ છે. એને પર્યાયમાં જ્ઞાનમાં જાણનારો તે પોતે છે, એમ ન જાણતા જ્ઞાનની
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com