________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૯ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે.
સ્વપરપ્રકાશપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંત દેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે. એમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યુ છે. || ૩૪૬ (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૩, ગાથા-૪૪, પાન-૨૦, પેરા-૩)
કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂતવ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે શ્રી સમયસાર કળશટીકામાં કળશ ર૭૧માં આવે છે કે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શેય એમ તો નથી. તો કેમ છે?” કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને શેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દ પર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દ પર્યાય છે તે જ્ઞાયક સ્વભાવી આત્મામાં વિધમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો ! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે !!! ૩૪૭ના (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૩, ગાથા-૪૯, પાન-૬૫, પેરા-૪).
શબ્દનું જ્ઞાન એતો નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દ સંબંધીનું છે એટલું બતાવવા શબ્દનું
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com