________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૮૮
સ્વ-૫૨નો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. પર છે તો પ૨નો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વ-૫૨ને જાણનારી જ્ઞાતૃતા છે.।। ૩૪૩।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-૫૫, પેરા-૨ )
ચૈતન્યબિંબ પડયું છે ને અંદર! તેમાં સામી જે ચીજ છે એ પ્રકારના (જ્ઞેયના ) જ્ઞાનરૂપે પરિણમવું, એને જાણવું એ તો પર્યાયનો તે ક્ષણનો ધર્મ છે. ખરેખર તો એ જ્ઞેયસંબંધી પોતાની જે જ્ઞાનની પરિણતિ એને એ જાણે છે. આ બધા (અજ્ઞાની) કહે છે કે દેવગુરુની ભક્તિ કરો, તેથી એમાંથી માર્ગ મળી જશે. અહીં કહે છે કે ભક્તિ એ રાગ છે. એ રાગ જે થાય તે જ સમયનું જ્ઞાન સ્વ અને પરને જાણતું પરિણમે એવી પર્યાયની તાકાતથી એ રાગને જાણી રહ્યું છે. રાગને જાણી રહ્યું છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી તો રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાનને જાણી રહ્યું છે. મૂળ વાત-પ્રથમ દશા સમજાય નહિ અને પછી ચારિત્ર અને વ્રત કયાંથી આવે ? મૂળ એકડા વિનાના મીંડા શા કામના ?. ।। ૩૪૪।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-પ૬, પેરા-૩)
જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી, જ્ઞાયક એમાં જણાઈ જ રહ્યો છે, પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ જ્ઞાયક ઉપર નથી. પર્યાયબુદ્ધિ વડે પુણ્ય-પાપનું કરવું અને શાતા-અશાતાપણે સુખદુઃખનું ભોગવવુંએ જ જીવ છે એમ અજ્ઞાની માને છે.।। ૩૪૫।। (શ્રી પ્રચવન રત્નાકર, ભાગ-૩, ગાથા-૩૯-૪૩, પાનુ-૧૩, પેરા-૧) ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો
* ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com