________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાય અગ્નિમાં રહી, પણ તેનો આકાર (પ્રતિબિંબ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરિસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી. પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વશક્તિને લીધે થાય છે. તે ૩૪૦ના (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૯, પાન-૫૪, પેરા-૨)
સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાન પરિણતિનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી ( જ્ઞયથી) નહિ. અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાગની પણ નહિ. એ રાગ છે તો તે જ્ઞાતતા (જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજ સ્વરૂપ જ આવે છે. અહો! આચાર્ય દેવે મીઠી, મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન પાડીને બતાવી છે. IT ૩૪૧TI ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાન-૫૪ પેરા-૩)
પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો જાણે છે એમ નથી, પણ તે કાળે પોતાની જ્ઞાનપર્યાય જ એવી -પરપ્રકાશક પ્રગટ થાય છે. તે ૩૪૨TI.
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-પ૫, પેરા-૧)
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com