________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૮૬ આ જાણનારો જણાય છે એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું એવું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એને સમકિત થતું નથી. રાગમાં એકત્વબુદ્ધિને લીધે નહીં જાણેલા ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન-સમકિત થતું નથી. ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવામાં એને અસમર્થપણું છે. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધાન ન થયું તેથી જેમાં કરવું છે એ જણાયો નહિ. તેથી રાગથી ભિન્ન પડીને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે. મિથ્યાદષ્ટિ ગમે તેટલા શુભભાવરૂપ ક્રિયાકાંડ કરે, મુનિપણું ધારે અને વ્રતનિયમ પાળે તોપણ એ રાગમાં ઠરશે આત્મજ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી રાગની રમતોમાં રમે છે. // ૩૩૯ાા (શ્રી પ્રવચનરત્નાકર, ભાગ-૨ પાનુ-૩૭, પેરા-૨, ગાથા-૧૭–૧૮)
જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જવાળા અગ્નિની છે.. શું કહે છે? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ ( અગ્નિ જેવો આકાર) દેખાય છે. તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ અગ્નિની પર્યાય નથી. જે બહારમાં જવાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-પરના આકારનો સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે. અને કર્મ તથા નોકર્મ પુદ્ગલના છે” શું કહે છે? રાગ, દયા, દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે
યાકારે જ્ઞાન થયું એ તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની નથી. જેમ અગ્નિની
* હું પરને જાણું છું- તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com