________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોય છે. જેમ માનો કે “ગધેડાના શિંગડા” પણ ગધેડાને
જ્યાં શિંગડા હોય જ નહીં ત્યાં શી રીતે મનાય? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતા રાગ હું એમ માને છે અને આત્માનું જ્ઞાન નથી. અને એ આત્માનું જ્ઞાન નહીં હોવાથી તેની શ્રદ્ધા પણ “ગધેડાના શિંગડા જેવી છે. / ૩૩૬ IT ( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૬, પેરા-૨)
જે આ દષ્ટિ-જ્ઞાનની પર્યાય એમાં રાગ નહિ હોવા છતાં એમાં રાગ છે એવું જેણે જાણ્યું અને માન્યું તથા જે પર્યાય શાયકની છે એમાં જે જ્ઞાયક જણાય તે હું છું એમ જાણવાને બદલે જાણવાની પર્યાયમાં જે રાગ જણાય છે તે હું છું એમ માનનારા આત્મજ્ઞાન વિનાના મિથ્યાદષ્ટિ છે. આ ૩૩૭ના (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૬, પેરા-૨)
અહીં કહે છે કે જાણવાની પર્યાયમાં જે જાણનાર જણાય છે તે હું એમ અંતરમાં જવાને બદલે બહારમાં જે પરશેયરૂપ રાગ જણાય છે તે હું એમ વશ થયો તે અજ્ઞાની મૂઢ જીવને આત્મજ્ઞાન થતું નથી. તેથી આત્મા ને જાણ્યા વગર શ્રદ્ધાન શી રીતે થાય? જે વસ્તુ જ ખ્યાલમાં આવી નથી એને (આ આત્મા એમ) માનવામાં શી રીતે આવે? ભાઈ ! આ તો સંસારનો છેદ કેમ થાય એની વાત છે. અહો ! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાનની આંખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું. ૩૩૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, પાનુ-૩૬, પેરા-૫, ગાથા-૧૭-૧૮)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com