________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૮૪ ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણન સ્વભાવે પરમપરિણામિક ભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાનપર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં, કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. આહા! આચાર્ય સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત. પંચમ આરાના અંતે આટલામાં તો સમ્યગ્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે, તેની વાત કરી છે.// ૩૩૪ / (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૪, પેરા-૩)
અહીં કહે છે કે આ જાણનાર. જાણનાર... જાણનાર-આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. ૩૩પ ! (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૫, પેરા-૩).
હું જ્ઞાયક છું. આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતાં જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયા, દાન, ભક્તિના વિકલ્પ છે એ જડ છે એ જ્ઞાનમાં અને ભાસતાં એ હું છું એમ માનનારને
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com