SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી તો અરીસાની અવસ્થા દેખાય છે તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ mયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પર લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, શયપણે થયો જ નથી. ગેય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી જ છે, શયથી નથી. ૩ર૭ા ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧ પાન-૧૦૨, પેરા-૩) “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી'. શેયપદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છું, જ્ઞય તે હું નથી એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો. ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શયને પણ ભેગુ જાણું. એ શેયને નહિ, પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ “શુદ્ધ” જણાયો પર્યાયમાં એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું? ૩૨૮ (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૬, પાન-૧૦૨, પેરા-૪) - રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દષ્ટિનો ફેર છે. સમયસાર ગાથા-૧૭-૧૮માં આવે છે કે-આબાળ-ગોપાળ સર્વને રાગ, શરીર, વાણી જે કાળે દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે * ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy