________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૮૨ જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં ( જ્ઞયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ શેયનું વિશેષ છે, યનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરજ્ઞયનું જ્ઞાન નથી, પરશેયથી પણ નથી.. ૩૨૯ ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૧૫, પાનુ-ર૬પ, પેરા-૩).
“જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં” જુઓ શું કહે છે? આબાળ-ગોપાલ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિસ્વરૂપજ્ઞાયકસ્વરૂપ નિજ આત્મા જ આવે છે (અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે. જ્ઞાયકભાવને અહીં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાળ-ગોપાળ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. (અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જે ઉર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણુ નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડ જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ પરયોનો આવિર્ભાવ કરે છે.). ૩૩)ના (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, પાન-૩૩, ગાથા-૧૭-૧૮, પેરા-૨)
અહાહા, આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. (અજ્ઞાનીઓ કહે છે આત્મા કયાં જણાય છે ?
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com