________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશપણાનો સ્વભાવ છે. તેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પ૨મ પારિણામિકભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દૃષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દૃષ્ટિ કરવાને બદલે તે પોતાની નજ૨ પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી. ।। ૩૨૩।।
(અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ–૯૭, બીજો પેરાગ્રાફ)
તો પણ શૈયપદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. ૫૨ના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન આકાર પોતાથી થયો છે. ૩૨૪।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧ પાનુ-૯૭, ગાથા-૬ ટીકા ઉપરનું પ્રવચન.) જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે શૈયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું, હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી પણ શેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે અહાહા...! વસ્તુ તો સત્ સહજ અને સરળ છે, પણ એનો અભ્યાસ નહિ એટલે કઠણ પડે, શું થાય ?.।। ૩૨૫।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૬ ટીકા ઉપરનું પ્રવચન, પાનુ–૯૮, પેરા-બીજો ) * ‘ જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે’*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com