________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૮ છે, યથાર્થ છે. અહો ! આચાર્યદવે અમૃત રેડ્યાં છે. ભાઈ ! આમાં તો શાસ્ત્ર-ભણતરના અભિમાન ઉતરી જાય એવી વાત છે. શાસ્ત્ર ભણતર-શબ્દશુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ! એ તો ખરેખર બંધનું કારણ છે, ભાઈ ! ૩૨૦
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૮, પાનુ-૨૭૧, વચલો પેરાગ્રાફ)
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન બન્ને એક સાથે હોય?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને અખંડની દષ્ટિ છે તેમ ખંડખંડ જ્ઞાન શેયરૂપ છે, એક જ્ઞાનપર્યાયમાં બે ભાગ છે, જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે, પરય છે, પરદ્રવ્ય છે. આહાહા ! દેવ-ગુરુ તો પરદ્રવ્ય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિક જ્ઞાન છે. ૩ર૧//
(શ્રી પરમાગમસાર, પાન-૧૩૪, બોલ નં-૪૮૧) પ્રશ્ન- શેયને જાણવાથી રાગ-દ્વેષ થાય કે ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગ-દ્વેષ થાય?
ઉત્તર- પરશેયને જાણવા ગયો (પરની સન્મુખ થવું) તે જ રાગ છે. ખરેખર પરયને જાણવા જવું પડતું નથી. IT ૩રરા
(શ્રી પરમાગમસાર, પાનુ-૧૩૫, બોલ નં-૪૮૪) પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદવે ગાથા-૧૭-૧૮ માં કરી છે.
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com