________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૭ ઇન્દ્રિયજ્ઞાનજ્ઞાન નથી એકવાર મધ્યસ્થ થઈને સાંભળે તો ખબર પડે. પરંતુ આગ્રહ રાખીને પડયા હોય કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય તો ખબર ન પડે. અજ્ઞાની આગ્રહ રાખીને પડ્યો છે કે વ્રત કરવાથી સંવર થાય અને તપસ્યા કરવાથી નિર્જરા થાય. પણ વ્રત કોને કહેવું અને નિશ્ચયવ્રત કોને કહેવું તેની ખબર ન મળે!ા ૩૧૮
(“શ્રી શાકભાવ' પુસ્તકમાંથી પાન-૬૧-૬૨) લ્યો, સૌ પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થોને એકબીજાને કાંઈ કરી શકતા નથી. જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે પાત્ર ઉપચારથી છે. નિશ્ચયથી તો જ્ઞાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે ને શેય પણ પોતે જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પરને જાણવા કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. અહાહા...! જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વ ને પર જણાય છે, પરશયોના કારણે જ્ઞાન થાય છે એમ કદીય નથી. લ્યો, કહે છે-નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે; અર્થાત્ જ્ઞાયક પોતાને જ-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જ જાણતો થકો જ્ઞાયક છે. આવી વાત!ા ૩૧૯
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૯, પાન-૩૪૧ છેલ્લો પેરેગ્રાફ )
આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ પહેલા વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ, તેથી તેને વ્યવહાર કહ્યું અને સત્યાર્થ જ્ઞાનમાં-નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કહ્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com