________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
પડે છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે, કથંચિત ભિન્ન અભિન્ન નથી. પણ અતીન્દ્રિયજ્ઞાન તો આત્માથી કથંચિત ભિન્ન અભિન્ન છે અને ઇન્દ્રિયજ્ઞાન તો આત્માથી સર્વથા ભિન્ન છે. કેમકે ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયતત્ત્વ છે, જ્ઞાનતત્ત્વ નથી. જો ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન હોય તો એમાં આત્માનો અનુભવ થવો જોઈએ પણ એમાં આત્માનો અનુભવ થતો નથી તેથી એ જ્ઞાન નથી પણ પરશેય છે અને આત્માથી સર્વથા ભિન્ન છે.
શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨માં અલિંગગ્રહણના ૨૦ બોલ છે. એમાંના પ્રથમ બે બોલ ખુબજ મહત્વના છે.
(૧) આ આત્મા ઇન્દ્રિયજ્ઞાન વડે પરને જાણતો જ નથી. એમ કરતાં એને અતીન્દ્રિયજ્ઞાનમય આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ થાય છે. એવો એનો એક અર્થ છે.
(૨) ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી.
આ રીતે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા આત્મા જાણતો નથી અને ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન હેય છે.
હવે, જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ છે ત્યાં સુધી કર્તબુદ્ધિ છે. જો ઇન્દ્રિયજ્ઞાન સાથે એકતા છે તો આખા વિશ્વની સાથે એકતા છે કેમકે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય આખું વિશ્વ છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન કે જે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યને પણ ગ્રહે છે. તેથી ઇન્દ્રિયજ્ઞાનનું વલણ હંમેશા શેયસન્મુખ જ રહે છે, ૫૨જ્ઞેયસન્મુખ જ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ જાય છે. હવે જ્યાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com