________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
કેમકે ખરેખર ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા એ બે વચ્ચે જ ભેદજ્ઞાન છે, ભેદજ્ઞાનની શરૂઆત જ અહીંથી થાય છે. હું પરને જાણું છું એને ભ્રાંતિ કહી, એને અધ્યવસાન પણ કહ્યું કેમકે ખરેખર આત્મા પ૨ને જાણતો નથી અને જે પ૨ને જાણે છે એ આત્મા નથી, એ તો ઇન્દ્રિયજ્ઞાન છે અને હું પરને જાણું છું એમ માને તો એને ઇન્દ્રિયજ્ઞાનમાં હું પણું થઈ ગયું તેથી એ મિથ્યાત્વ છે. એટલે ઇન્દ્રિયજ્ઞાનને જીતવું બહુ જરૂરી છે.
ઇન્દ્રિયજ્ઞાન કેમ જીતાય ?
હું ૫૨ને જાણતો જ નથી...... મને તો જાણનારો જ જણાય છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર ક્ષણવાર અટકી જાય છે અને એક નવું જાત્યાંતરજ્ઞાન, અતીન્દ્રિયજ્ઞાન, આત્મજ્ઞાન, અખંડજ્ઞાન, વિકલ્પવિનાનું જ્ઞાન, નયવિનાનું સમ્યજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માના સ્વસંવેદનથી પ્રત્યક્ષ દર્શન થાય છે. અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે. આ રીતે આત્માર્થીએ આત્માને અનુભવવા માટે આત્માનુભવમાં એકમાત્ર બાધક કારણ એવા ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ કરવો બહુ જરૂરી છે. ૫૨ને જાણવાના નિષેધમાં તો ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ થાય છે, જ્ઞાનનો નહીં. જ્ઞાન તો ખરેખર એમાં પ્રગટ થાય છે. કેમકે અજ્ઞાનના નિષેધ વિના જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી.
શ્રી સમયસારજી ગાથા-૩૧માં કેવળી ભગવાનની પ્રથમ સ્તુતિ-નિશ્ચય સ્તુતિ, મોહને જીતવાથી થાય છે એમ કહ્યું અને મોહ ઇન્દ્રિયજ્ઞાનને જીતતાં જીતાઈ જાય છે. ઇન્દ્રિયજ્ઞાનને જીતો તો મોહ જીતાઈ જશે આ જિતેન્દ્રિય જિનની વ્યાખ્યા ચોથા ગુણસ્થાને લાગુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com