________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પૂ. ભાઈશ્રી લાલચંદભાઈના હૃદયોદગાર
અનંતકાળથી આ જીવને ઇન્દ્રિયજ્ઞાન (અજ્ઞાન ) પ્રગટ થઈ રહ્યું છે. જો કે ખરેખર તો એને સામાન્ય ઉપયોગ પ્રગટ થઈ રહ્યો છે કે જેમાં એનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, છતાં પણ એનું લક્ષ ૫૨પદાર્થો ઉપર હોવાથી, દ્રવ્યેન્દ્રિયના અવલંબને એને ભાવેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ જાય છે. અને આ ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે છે એમાં અમ કરી લે છેમારાપણાની બુદ્ધિ કરી લે છે, કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થઈ જાય છે. ઇન્દ્રિયજ્ઞાનથી ૫રને જાણતાં ૫૨માં મારાપણું નિયમથી થાય છે. તેથી ઇન્દ્રિયજ્ઞાન જ ખરેખર મોહની ઉત્પત્તિનું મૂળ કારણ છે અથવા સંસારની ઉત્પત્તિનું મૂળ કારણ છે એમ સંતો ફરમાવે છે.
ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે એનાથી એકત્વ કરે છે, એનાથી વિભક્ત કરવાની તાકાત એનામાં નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન એકાંતે પરપ્રકાશક છે. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન હૈય છે. જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનને જીવ અંતર્મુખ થઈને જીતે નહીં ત્યાં સુધી શેયજ્ઞાયકનો સંકરદોષ મટે નહીં.
ખરેખર તો આત્મા જાણનાર છે ને આ જાણનાર આત્માને જાણે એ જ ખરેખર જ્ઞાન છે. આત્મા જ જ્ઞાતા છે ને આત્મા જ શૈય છે એ ભૂલીને હું જ્ઞાતા છું ને આ ૫૨૫દાર્થો મારા જ્ઞેય છે એવા અભિપ્રાયમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, ભ્રાંતિ થાય છે, અધ્યવસાન થાય છે. તેથી સંતો એ ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ દ્વારા અતીન્દ્રિય જ્ઞાનમય આત્માની ઉપલબ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com