________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી એમ ત્રણેય એક હું - આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. “અનુભવ”—અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માને – જ્ઞાનમાત્ર વસ્તુને - અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાને ય હું, ને જણાવાયોગ્ય જ્ઞય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દષ્ટિ થતાં અને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ....?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે. ૩/૬ (શ્રી સમયસાર કળશ. ર૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું ૧૭ મી વખતનું
પ્રવચન રત્નાકર ભાગ-૧૧ માંથી) પ્રશ્ન:- જ્ઞાનનું સ્વરૂપ શું?
ઉત્તર- જાણવું તે. ( જાણવામાં રાગ, દ્વેષ તે જ્ઞાનનું સ્વરૂપ નથી) “હું આને જાણું છું” એમ બોલાય પણ ખરેખર પરને નહીં પણ પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. ૩૦૭ના
(આત્મધર્મ વર્ષ-૧ અંક-૬, વૈશાખ, ૨000 પાન-૧૦૨)
* હું જાણનાર અને લોકાલોક શેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com