________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૬૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
બીજી ચીજમાં તારો વિરોધ કયાં જાય છે કે તું બીજાનો વિરોધ કરે ?
અહીં કહે છે-જીવ જ શેયરૂપ છે, જીવ જ જ્ઞાયક છે અને જીવ જ જ્ઞાતા છે, એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું, અર્થાત્ એ તો કલ્લોલ નામ વચનના ભેદ છે, પણ વસ્તુમાં ભેદ નથી. હું શેય, હું જ્ઞાન ને હું જ્ઞાતા –એમ વચનભેદ કથનમાત્ર ભેદ છે, બાકી વસ્તુ તો વસ્તુ અભેદ જ છે, આવી વાત છે.।। ૩૦૫ ||
(શ્રી સમયસાર કળશટીકા-૨૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન તાઃ ૨૯-૯-’૭૭ અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૬૬)
કળશ-૨૭૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ
:
यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय - ज्ञानमात्रः एवं ન જ્ઞેય:' જે આ જ્ઞાનમાત્રભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.
જુઓ શું કહે છે? જે આ જ્ઞાનમાત્રભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે–અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્દગલોદેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ–એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારા જ્ઞેય અને હું એનો શાયક એમ કહે છે, ન જાણવું. હવે એનું કર્તાપણુ તો કયાં ગયું, –અહીં તો કહે છે-એના (છ દ્રવ્યોના ) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ! પરદ્રવ્યો સાથે જ્ઞેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને ? અહીં કહે છે–ભગવાન આત્મા જ્ઞાયક,
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com