________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૬૦ ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.”
શું કીધું? પોતે જ્ઞય, પોતે જ્ઞાન અને પોતેજ જ્ઞાતા-એમ ત્રણ ભેદ વચનભેદથી છે, પણ વસ્તુતો પોતે જે છે તે જ છે. એટલે કે શયપણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞાતા પણ હું એમ ત્રણે મળીને એક જ વસ્તુ હું છું, પણ ત્રણ વસ્તુ નથી. અહા! સ્વ-વસ્તુમાં પરવસ્તુ તો નથી, સ્વ-વસ્તુમાં ત્રણ ભેદ પણ નથી. આવો મારગ છે જે અનંતકાળમાં સાંભળ્યો ન હોય!
અહો ! સમયસારમાં આવેલી આ વાત લોકોત્તર અલૌકિક છે.
જુઓ–
-પર મારાં ને હું પરનો છું એમ તો નથી, -પરય છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી,
–વળી મારામાં શેય, જ્ઞાન ને જ્ઞાતા-એવા વસ્તુભેદ પણ નથી. હું શેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવો જો ભેદ ઉપજે તો રાગ-વિકલ્પ થઈ જાય; પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહીં; બધું અભેદ એક છે.
અહા ! પરય છે ને હું જ્ઞાયક છું એ તો વસ્તુમાં છે જ નહીં, પણ વસ્તુમાં ત્રણ ભેદ છે તે પણ નામભેદ છે, દષ્ટિના વિષયમાં એ ત્રણ ભેદ છે જ નહીં. જેવી આ વસ્તુસ્થિતિ છે તેવી અજ્ઞાનીને ખ્યાલમાં આવતી નથી, તેથી તેની ધારણાથી શાસ્ત્રમાં જુદી વાત આવે એટલે એમાં તેને વિરોધ લાગે છે. વિરોધ થાઓ તો થાઓ, પણ એ વિરોધ તારો છે હોં, બીજાનો વિરોધ બીજો કોણ કરે?
* હું પરને જાણું છું તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com