________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પણ એ મારા જ્ઞય છે એમ પણ વસ્તુમાં છે નહિ. હવે આ આકરું પડે એટલે આ તો નિશ્ચય.... નિશ્ચય છે એમ ઠેકડી કરીને એને કાઢી નાખે પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય પરમસત્ય. સમજાય છે કાંઈ ?
હું પોતા વડે જણાવાયોગ્ય છું, પણ પર વડે જણાવાયોગ્ય છું– એમ નથી. મારા દ્રવ્ય-ગુણ-પર્યાય મારા વડ જાણવાલાયક છે તેથી હું જ મારું શેય છું, પણ પર મારું શેય નથી. જ્ઞાન પણ હું, શેય પણ હું, ને જ્ઞાતા પણ હું જ છું. આ પરમાર્થ સત્ય છે ભાઈ ! કહ્યું કે“નામભેદ છે, વસ્તુભેદ નથી” પોતાનું ય કોઈ જુદી ચીજ છે, જ્ઞાન જુદી ચીજ છે ને જ્ઞાતા જુદી ચીજ છે એમ નથી. પણ જે ય છે તે જ જ્ઞાન છે અને તે જ જ્ઞાતા છે. ત્રણેય વસ્તુપણે એક જ છે. આ તો ભાઈ ! વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે.
જુઓ, કોઈ નિંદા કરે તો નારાજ થાય અને પ્રશંસા કરે તો રાજી થાય પણ. નિંદા છે એ તો શબ્દરૂપ જડનું પરિણામ છે, ને પ્રશંસા ય જડ શબ્દની પર્યાય છે ભાઈ! એ નિંદા-પ્રશંસા તો તારી ચીજ નથી, પણ એ તારું શેય છે અને તું જ્ઞાયક છો એમ પણ નથી. આમ છે તો પછી આ મારો નિંદક ને આ મારો પ્રશંસક, એ વાત કયાં રહી? આ મારી નિંદા કરે છે ને આ મારી પ્રશંસા કરે છે એવું કાંઈ સત્યાર્થપણે છે જ નહીં.
હવે કહે છે-“કેવો છું? “જ્ઞાનજ્ઞયત્નોનવન'- જીવ જ્ઞાયક છે, જીવ શેયરૂપ છે એવો જે વચનભેદ તેનાથી ભેદને પામુ
* હું જ્ઞાયક અને છ દ્રવ્ય શેય તે ભ્રાંતિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com