________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ખબર નથી, પણ તેમાં તને મોટું નુકશાન છે. એવા (તત્ત્વવિરોધના) પરિણામનું ફળ બહુ આકરું છે ભાઈ ! અનંતકાળમાં જે ઘોર દુ:ખ સહ્યાં તે આવા જ પરિણામનું ફળ છે. તું દુઃખી થાય એ કાંઈ ઠીક છે? (માટે તત્ત્વદૃષ્ટિ કર.)
અજ્ઞાની કહે છે કે પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહીં. જ્યારે અહીં ( દિગંબર આચાર્ય) કહે છે કે પોતાને પરનો જાણવાવાળોય માને તે દિગંબર નહીં. બહુ ફેર ભાઈ ! પણ મારગ તો આવો છે, પ્રભુ! તું સ્વભાવથી જ ભગવાન સ્વરૂપ છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પરને જાણવામાં પરની જરૂર નથી; પણ તને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે (અને તે તો છે જ) હવે આમાં વિય ને કષાયનો રસ કયાં રહ્યો? વિષય-કષાયના ભાવ તો પરય છે, તારે એનાથી કાંઈ સંબંધ નથી. તેઓ તારામાં તો નથી, તારા જ્ઞય છે એમ પણ નથી.
અહીં કહે છે- “એવા શેયરૂપ છું.” કેવા શેયરૂપ છું? કે જ્ઞાનશક્તિરૂપ હું, જ્ઞયશક્તિરૂપ હું, અને અનંતગુણની જ્ઞાતા શક્તિરૂપ પણ હું છું. –આવો હું શેયરૂપ છું, પણ પરશેયરૂપ હું છું એમ નથી અહો ! ગજબ વાત છે! કેવળી પરમાત્મા અને એના કેડાયતી દિગંબર સંતો સિવાય અહા ! આવી વાત કોણ કરે? જગતને ઠીક પડે કે ન પડે, સમાજ સમતોલ રહે કે ન રહે વસ્તુસ્થિતિ આ જ છે.
જુઓ, રાજમલજી આના ભાવાર્થમાં શું કહે છે? “ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ-વેદકરૂપે જાણું છું તેથી મારું નામ
* સભ્યજ્ઞાનનું લક્ષણ - “પરલક્ષ અભાવાત્*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com