________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૫૬ પોતાના માન-પ્રતિષ્ઠા વધે એની દરકારમાં ને દરકારમાં એને આખી વસ્તુ ગાયબ થઈ ગઈ છે. પણ ભાઈ ! આ અવસર છે હો; નવરાશ લઈને જો આ ન સમજ્યો તો કયાંય કાગડ-કૂતરે-કંથવે... તિર્યંચયોનિમાં ખોવાઈ જઈશ.
અહાહા..! જ્ઞય-જ્ઞાન-જ્ઞાતા એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે. એટલે કે ત્રણપણે એક જ વસ્તુ હું છું પરણેયથી શું કામ છે? પરન્નય સાથે મને કાંઈ સંબંધ નથી. ભાઈ ! તારે આવો નિર્ણય કરવો પડશે હોં; આ છેલ્લા કળશ છે ને! એટલે એકદમ અભેદ લીધું છે. ભાઈ ! આ તો આખા શાસ્ત્રનો સાર કહેતા નીચોડ છે નીચોડ.
ભાઈ ! આ જે અનંત જ્ઞય છે તેને જાણવાની શક્તિ તારી છે કે એ શેયની છે? જાણવાની શક્તિ તો તારી છે, તો એમાં પરય કયાં આવ્યા? એ તો બાપુ! પોતાની જ્ઞાનની શક્તિમાં પરપ્શયનું જ્ઞાન પોતાના જ કારણે પોતાનું ય થઈને આવ્યું છે. અહા ! પોતાનું જ્ઞાન જ પોતાનું જ્ઞય થઈને પોતાને જાણે છે તથા અનંત શક્તિનો પિંડ-જ્ઞાતા પણ પોતે જ છે. આમ ત્રણે થઈને વસ્તુ તો એક જ છે. જુઓ, ભાષા એમ લીધી ને કે-જ્ઞાનàયજ્ઞીતૃસ્તુમાત્ર:' એમ કે ત્રણ ભેદસ્વરૂપ વસ્તુમાત્ર હું છું તેમાં જ મારું સર્વસ્વ છે. લ્યો, આવું વસ્તુસ્વરૂપ છે અને તે ભગવાનની વાણીમાં આવ્યું છે.
અહીંનો વિરોધ કરવા માટે કેટલાક પંડિતો પોકાર કરે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને તે દિગંબર જૈન નહીં. પણ ભગવાન ! એમાં તો તારો પોતાનો જ વિરોધ થાય છે. ભાઈ ! તને
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com