________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
પ્રશ્ન- પણ દેવ-ગુરુ-શાસ્ત્ર તો શરણદાતા કહ્યા છે?
ઉત્તર:- હા; કહ્યા છે, વ્યવહારથી કહ્યા છે; પણ નિશ્ચયે એ સર્વ બાહ્ય નિમિત્તો તારા ય પણ નથી અહા..! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંતાસિદ્ધો, અનંત આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓ તને લાભ કરે છે એમ તો નથી, તેઓ તારી ચીજ તો નથી, પણ તેઓ તારા વાસ્તવિક જ્ઞય છે એમ પણ નથી. ધવલમાં પાઠ આવે છે ને કે, -
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આઈરિયાણું, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહૂણં,
અહા..! પહેલા જે થઈ ગયા અને ભવિષ્યમાં જે થશે તે અરિહંતાદિ પણ અત્યારે વંદનમાં આવી ગયા. જો કે વ્યક્તિગત ન આવ્યા, પણ સમૂહમાં તે સર્વ આવી ગયા. અહીં કહે છે-ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી શેય છે ને તું જ્ઞાયક છો એમ નથી. તો કેમ છે? કે તસંબંધી તને જે જ્ઞાન થયું છે તે તારી જ્ઞાનપર્યાય જ તને ય થઈ છે. પ્રમેય નામનો ગુણ તારામાં છે તેથી તારું જ્ઞાન તેને પ્રમાણ કરીને તે પ્રમેયને (તારી જ્ઞાનપર્યાયને) જાણે છે. પણ પરપ્રમેયને તું જાણે છે એ વાત સત્યાર્થ નથી.
અરે! એને આ સમજવાની નવરાશ કયાં છે? એક તો ધંધા આડે ફૂરસદ ન મળે અને બાકીનો સમય પંચેન્દ્રિયના ભોગમાં ચાલ્યો જાય. કદાચિત્ ફૂરસદ મળે તો ક્રિયાકાંડમાં રોકાઈ જાય. અરે ! પરથી
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com